સંસ્થા ગૌરવ : મૈત્રી વિદ્યાપીઠને ઉત્તમ વિદ્યામંદિરનો એવોર્ડ

એવોર્ડ ૯ જુલાઇ, ૨૦૨૫ ; સાંજે 4 વાગે

ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પ્રેરિત ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ નિમંત્રિત સાંદીપની વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા ‘ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ’ મૈત્રી વિદ્યાપીઠ સંસ્થા, માનવમંદિર, સુરેન્દ્રનગરને સાંદીપની ગુરુકુળ, પોરબંદર મુકામે ભાઈશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો. મૈત્રી વિદ્યાપીઠ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. નિખિલેશભાઈ દેસાઈ અને મંત્રી ડૉ. જયશ્રીબેન દેસાઈએ કાર્યક્રમમાં હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.