“ मैत्री गान ”
हे मैत्री मात हमारी, हम खेले गोद तुम्हारी,
कोई पूछे पहेचान हमारी, याद आये सिर्फ तुम्हारी
….हे मैत्री मात हमारी….
यहां भाई – ताई की है छाया, हमे प्यार का राग सुनाया,
इश की कृपा से, हमको “निज” ने अपना बनाया,
….हे मैत्री मात हमारी….
यहां शिक्षा हैं समर्पण की, दीक्षा मिले सेवा संन्यास की,
सज्जता संस्कारों की, मिले राह उज्जवल भावी की,
….हे मैत्री मात हमारी….
यहां जब जब कदम बढ़ाया, गुरुजनने मार्ग बताया,
पल पल सबको संभाला, मैत्रीने ही जीना शिखाया,
….हे मैत्री मात हमारी….
हे मैत्री मात हमारी, हम खेले गोद तुम्हारी,
मैत्री मात हमारी….. मैत्री मात हमारी….
(“निज” निखिलेश – जयश्री)
शब्दकार : राजू कानाणी
स्वरकार : डॉ. जातुष जोशी
गायक : श्री नेहा रावल – डॉ. जातुष जोशी
संगीतकार : श्री इमरान जिन्दानी
હરી ઓમ….
શિક્ષણ સન્યાસીઓ તૈયાર કરવા મથતી રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા એટલે મૈત્રી વિદ્યાપીઠ
શ્રધ્ધેય પૂજ્ય નાગજીભાઈ – શ્રીમતી શાંતાબહેન દેસાઈ (ભાઈ-તાઈ)ની તપોભૂમિ મૈત્રી વિદ્યાપીઠનાં સુવર્ણ વર્ષ અવસરે આનંદ એ વાતનો છે કે, તેઓની કેળવણીલક્ષી શિક્ષણયાત્રા લોકાભિમુખ અભિગમ સાથે મનુષ્યના મનુષ્યત્વને ઉજાગર કરી રહી છે.
મૈત્રી વિદ્યાપીઠ લોકકલ્યાણ અને સર્વાંશે વિશ્વકલ્યાણ અને વિશિષ્ટ પાંચ શૈક્ષણિક સંકલ્પના સાથેનું વિચારબીજ છે.
વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નાં અમલીકરણ માટે સતત તત્પર મૈત્રી વિદ્યાપીઠ માનવ માનવીને ચાહે, તે પોતે પોતાને સમજી સમર્પણનો ભાવ જાગે તે માટે રાષ્ટ્રીય ચારિત્ર્ય (National Character) અને સામાજિક ચારિત્ર્ય (Social Character)નો વિકાસ થાય તેવા પ્રયોગો, ઉત્સવો અને પરિશ્રમ થકી પર્યાવરણ સર્જવાનું કામ કરી રહી છે ત્યારે સમગ્ર શિક્ષણ સાથે સંકળાયેલ તમામનો સહયોગ મળતો રહ્યો છે. સૌને આ તકે સ્મરણ કરી વંદન કરીએ છીએ.
સાથી સૌ કાર્યકર મિત્રો – વિદ્યાર્થીઓના સ્નેહબળે આ શિક્ષણની જ્યોત હંમેશા પ્રજ્જવલિત રહે તેવી શુભભાવના સહ….
નિજ (નિખિલેશ – જયશ્રી)
ડૉ. નિખિલેશ નાગજીભાઈ દેસાઈ
ડૉ. જયશ્રી નિખિલેશ દેસાઈ
[ટ્રસ્ટી-મંત્રી, મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર]

